થાઈલેન્ડના પૂર્વોત્તર પ્રાંતમાં સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં 23 બાળકો પણ સામેલ છે. સંપૂર્ણ વિગતો હજુ ઉપલબ્ધ નથી. મૃત્યુઆંક હજુ વધી શકે છે. અહેવાલો અનુસાર મૃતકોમાં ઘણા બાળકો પણ સામેલ છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ ઘટનામાં વધુ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ શકે છે. ઘટના અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે ગોળીબાર કરનાર વ્યક્તિ પૂર્વ પોલીસકર્મી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

જણાવવામાં આવી રહ્યું છે કે બાળકો પર પણ ચાકુથી હુમલો કરવામાં આવ્યો છે. મૃતકોમાં મોટાભાગના બાળકો છે. પોલીસનું કહેવું છે કે હુમલાખોર સફેદ રંગના ટોયોટા કારમાં બેંગકોક જેવી જ નંબર પ્લેટ સાથે આવ્યો હતો. એક પોલીસકર્મીએ જણાવ્યું કે મૃતકોમાં 23 બાળકોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડમાં અગાઉ 2020માં નાખોન રત્ચાસિમા શહેરમાં એક સૈનિકે 21 લોકોને ગોળીઓથી નિશાન બનાવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હુમલાખોરે તેની પત્ની અને બાળકને પણ ગોળી મારી હતી. જે બાદ તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ઘટનાની નોંધ લેતા વડાપ્રધાને તાત્કાલિક ધરપકડના આદેશ આપ્યા છે. ઘટના બાદ નોંગ બુઆ લાનફૂ પ્રાંતમાં સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.